ગાંધીધામની યુવતીની સોશિયલ મીડિયાની  આઈ.ડી.  પરથી બિભત્સ લખાણ કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામની યુવતીની સોશિયલ મીડિયાની આઈ.ડી. પરથી બિભત્સ લખાણ કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ   માંડવી ખાતે આવેલ મઉના આરોપી શખ્સે ગાંધીધામની 26 વર્ષીય યુવતીની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ના  પાસવર્ડ  મેળવી આ યુવતીની આઈ.ડી.નો તેની પરવાનગી વિના ઉપયોગ કરીને તેના  કુંટુબીજનોને બિભત્સ  ભાષા સાથે  અણછાજતી માગણી કરેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, આ અંગે જાણ થતાં આ શખ્સ વિરુદ્ધ પૂર્વ કચ્છ સાયબર  ક્રાઈમ  પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.