સોશીયલ મિડીયા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.હેક કરનાર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ પૂર્વ-કચ્છ,ગાધીધામ
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લામા સોશીયલ મિડીયાને લગતા સાયબર ક્રાઈમના બનાવમા ફરીયાદીની ફરીયાદ આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૦૧/૨૦૨૪ ઈ.પી.કો.કલમ. ૫૦૧ તથા આઇટી.એક્ટ. કલમ.૬૬(સી),૬૭ મુજબનો ગુનો દાખલ કરાયેલ હોઇ જેમા આ કામેના ફરીયાદીબેનનું સોસિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.નો પાસવર્ડ હેક કરીને ફરીયાદીબેનના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.થી તેમના સગા- સંબંધીઓને બિભત્સ ભાષાનો ઉપયોગ કરી મેસેજ કરેલ અને બદનામ અને લાછણ લાગે એવુ કૃત્ય કરેલ જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીને ટેકનીકલ એનાલીસિસની મદદથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ :
(૧) લક્ષ્મણભાઈ સ/ઓ જીવરામ મહેશ્વરી ઉ.વ.૩૨ રહે.જુના વાસ મઉ મોટી તા.માંડવી કચ્છ
ઉપરોક્ત કામગીરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા આ સફળ કામગીરી ક૨વામા આવેલ છે.