રાજકોટના રેલનગરમાંથી 13 વર્ષીય સગીરાનું  અપહરણ થતાં પોલીસે મથકે ફરિયાદ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજકોટના રેલનગરમાંથી 13 વર્ષીય સગીરાનું  અપહરણ થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર રેલનગરમાં આવેલ સંતોષીનગર પાણીના ટાંકાની સામે રહેતા શ્રમીક ફરિયાદીની 13 વર્ષની પુત્રી ગત દિવસે બપોરના અરસામાં પોતાના ઘરે હાજર હતી ત્યાર બાદ પરિવારજનોને કંઇ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતી. મોડી રાત સુધી તે ઘરે પરત ન આવતા તેના પરીવારજાનો દ્વારા તેની શોધ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન મળતાં પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.