અંજારમાં મહિલા પર એક શખ્સે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ

અંજારમાં મહિલા પર એક શખ્સે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 9/3ના બન્યો હતો. આ બનાવ અંગે ભારતીબેન દિનેશભાઈ સણોસરા દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર અંજારમાં આવેલ  જેસલ-તોરલ સમાધી નજીક કટલેરીની લારીમાં ફરિયાદી મહિલા વેપાર કરે છે. જ્યાં આરોપી શખ્સે આવી અને લારી હટાવવા મુદે્  બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સે ફરિયાદીને માથાના ભાગે કાચની સોડાની બોટલ  મારી  દીધી હતી. પોલીસે આ બનાવ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.