નખત્રાણા ખાતે આવેલ વડવા ભોપામાંથી  ખાનગી કંપનીની પસાર થતી વીજલાઇનમાં લંગર નાખીને  વીજલાઇનને  ટ્રીપ કરી દેવાતા 1.17 કરોડનું નુકશાન

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ વડવા ભોપામાંથી ખાનગી કંપનીની પસાર થતી વીજલાઇનમાં લંગર નાખીને  વીજલાઇનને  ટ્રીપ કરી દેવામાં આવતા રૂા. 1.17 કરોડનું નુકશાન થતાં આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદીની કંપનીના 220 કે.વી. વડવાકાંયા સબસ્ટેશનથી નિરોણા પાવરગ્રીડ પાવર સ્ટેશનને જોડતી વીજલાઇનના વીજરેષાઓ નખત્રાણા તાલુકાનાં ગામડાંઓમાંથી પસાર થાય છે. જાણવા મળી રહ્યું છે કે,  જુદા જુદા ખેડૂતોને સરકારના ધારાધોરણ મુજબ કંપની દ્વારા  વળતર ચૂકવી કામ કરવવામાં આવેલ છે.  આરોપી શખ્સને કરાર માટે જમીનના કાગળો અને માપણી કરાવવા બાબતે વાત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ  કાગળ ન આપીને જમીન માપણી ન કરાવતાં કરાર થયો ન હતો. વધુમાં મળી વિગતો મુજબ આ વળતરને લઇને આરોપી શખ્સએ વીજલાઇન નહીં ચાલવા દેવાની ધમકી આપેલ હતી ઉપરાંત ગત તા. 10/1/24થી 14/1/24 સુધી અલગ-અલગ સમયે લંગર નાખી વીજલાઇન ટ્રીપ કરી કંપનીને રૂા. 1,17,19,791નું નુકસાન કરેલ હતું. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.