ભુજમાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 9/3ના સાંજના સમયે કોઇ અજાણ્યો ઇસમ ફરિયાદીની સગીર વયની દીકરીનું તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. ગત દિવસે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.