માંડવીમાં છોટા હાથી અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

accident

copy image

copy image

માંડવીમાં છોટા હાથી અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  વલ્લભનગરનો 19 વર્ષીય યુવાન પોતાની બાઈક લઈને કાંઠા નાકા વિસ્તાર તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન છોટાહાથી સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને  ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.