અંજાર ખાતે આવેલ નિંગાળ નજીકથી 16 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ
અંજાર ખાતે આવેલ નિંગાળ નજીકથી 16 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. તા.8/3 ના સાંજના સમયે કોઇ અજાણ્યો ઇસમ ફરિયાદીની 16 વર્ષીય સગીર વયની દીકરીને લલચાવી પોતાના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ છે.આ બનાવ અંગે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ ધરી છે.