આડેસર ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ઊંચાપત થયાનાં આક્ષેપો

રાપર તાલુકાનાં આડેસર ગામમાં ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરાય છે તેવા આક્ષેપો સાથે અરજી કરાયા બાદ તપાસમાં ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવેલ તેમજ અહેવાલ સોંપાયાને ચાર માસનો સમય વીતી ગયા છતાં પણ જવાબદારો સામે કોઈ કામગીરી કરવામાં આવી નથી. 

મૂળ આડેસરના અને હાલમાં રહેતા  માધાપરના રામણીકલાલ અમીરચંદ કોટકે ગત તા.30/01/2023, તા.21/02/2023 થી તમામ વિગતો સાથે સ્થળ તપાસ કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હતી. જેના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી તા.09/03/23ના રાપર તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરી અહેવાલ મોકલવા જણાવાયું હતું. 6 માસનો સમય વીતી ગયા છતાં પણ તપાસ અગાળ ન વધતા રામણીકલાલએ તાલુકા વિકાસ અધિકારી પાસેથી તપાસ અહેવાલની નકલની માંગ કરતાં અહેવાલની નકલ ન આપવામાં આવતા ફરી જિલ્લા વિકાસ અધિકારીને ફરી રજૂઆત કરતાં જીલા વિકાદ અધિકારી હિસાબી શાખામાં તપાસ કરવાતા 20 પાનાંના અહેવાલોમાં નાણાં ની ઊંચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. તે બાદ ડીડીઓ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતની મહેકમ શાખાને આદેશ કરાયેલ હતો. નોંધનીય બાબત છે કે, સ્થળ તપાસના અહેવાલો સોંપાયાને 4 માસ જેટલો સમય વીતી ગયા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.