મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક ડમ્પર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ
મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક તુલસી પેટ્રોલપંપ પાસે ડમ્પર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું .મોરબીના ધુટુ રોડ પર એવલોન સિરામિકની લેબર કોલોનીમાં રહેતા યુવાન એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા, 14 ના રોજ બંધુનગર ગામ પાસે તુલસી પેટ્રોલપંપ સામે ડમમ્પના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી ફરિયાદી ના ભત્રીજા ને તેના મોટર સહીત હડફેટે લેતેં ડમ્પરના જોટા માં આવી જતા રોડ પર ઢસડી વાહન અકસ્માત કરી યુવાનને શરીરે ઈજા પહોચતા તે મૃત્યુ પામ્યો હતો તો વધુમાં ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાશી ગયો જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધવામાં આવી છે