પોતાની તબિયત સારી ન રહેતી હોવને કારણે યુવાનએ કન્ટેનરમાં નાખવાની ગોળી ખાઈ લેતા મૃત્યુ થયું
પોતાની તબિયત સારી ન રહેતી હોવાને કારણે મુંદરામાં 22 વર્ષીય યુવાને કન્ટેનરમાં નાખવાની ગોળી ખાઈ લેતાં તેનું મૃત્યુ થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશ હાલે મુંદ્રાના સૂરજનગરમાં રહેતા 22 વર્ષીય યુવાનએ પોતાની તબિયત ખરાબ રહેતી હોવાથી અગમ્ય કારણે ગઈકાલે કન્ટેનરમાં નાખવાની ગોળી ખાઈ લીધી હતી. આથી યુવાનને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડાયો હતો , પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. વધુમાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.