અંજાર હાઇવે પર આવેલ અદાણી વિલ્માર કંપનીની પાછળ બનેલ માદક પદાર્થ પોષડોડા તથા અફીણના રસના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન ગઇકાલ તા.૧૩/૦૩/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી.ના કર્મચારીઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મજકુર કાનારામ પ્રહલાદરામ ચૌધરી (ખોથ), ઉવ.૪૬, રહે. મુળ. ગામ. કાઉ કા ખેડા, મડપુરા સની, તા.જી. બાડમેર, રાજસ્થાન, હાલ. રહે. અદાણી વિલ્માર કંપનીની પાછળ, પ્રાગપર-અંજાર હાઇવે, ગેનારામના રૂમમાં, તા.મુંદરાવાળાના કબ્જા-ભોગવટાના રહેણાંક રૂમમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ માદક પદાર્થ પોષડોડાનો જથ્થો ૧ કિલો ૩૨૭ ગ્રામ ૦૨ મીલીગ્રામ કિ.રૂ. ૩૯૮૧.૬/- તથા અફીણનો રસ ૬૦.૬ ગ્રામ, કિ.રૂ.૬૦૬૦/- નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
કાનારામ પ્રહલાદરામ ચૌધરી (ખોથ), ઉવ.૪૬, રહે. મુળ. ગામ. કાઉ કા ખેડા, મડપુરા સની, તા.જી. બાડમેર, રાજસ્થાન, હાલ. રહે. અદાણી વિલ્માર કંપનીની પાછળ, પ્રાગપર- અંજાર હાઇવે, ગેનારામના રૂમમાં, તા.મુંદરા
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) માદક પદાર્થ પોષડોડાનો જથ્થો ૧ કિલો ૩૨૭ ગ્રામ ૦૨ મીલીગ્રામ કિ.રૂ. ૩૯૮૧.૬/-
(૨) માદક પદાર્થ અફીણનો રસ ૬૦.૬ ગ્રામ, કિ.રૂ.૬૦૬૦/-
(૩) ડીજીટલ વજનકાંટો નંગ ૦૧, કિ.રૂ. ૧૦૦૦/-
(૪) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૨૦૦૦/-
કુલ કિં.રૂ.૧૩,૦૪૧.૬/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા તથા પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવીનાઓએ કરેલ છે.