અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી શખ્સને પદ્ધર પોલીસે દબોચી લીધો
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી શખ્સને પદ્ધર પોલીસે દબોચી લીધો હતો. આ મામેલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પોલોસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા માસથી નાસતો ફરતો આરોપી શખ્સ હાલમાં મોખાણા તરફના માર્ગ પર હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી સખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.