ભુજ ખાતે આવેલ માનકૂવામાં સામાન્ય બાબતે આરોપી શખ્સે ઘરમાં આગ લગાડી કર્યું નુકસાન

ભુજ ખાતે આવેલ માનકૂવામાં પૈસા આપવાની ના પાડતા આ બાબતનું મનદુ:ખ રાખી આરોપી શખ્સે  ઘરમાં તોડફોડ  કરી રૂા. 85,000 હજારનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ  પોલીસ ચોપડે ચડી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, આરોપી શખ્સે ફરિયાદીના પુત્રવધૂ પાસેથી નાણાંની માગણી કરેલ હતી, જે બાદમાં તેમણે નાણાં આપવાની ના પાડી હતી. આ વાતનું મનદુખ રાખી આરોપી શખ્સે માલિકીના મકાનના હોલમાં આગ  લગાડી સોફા,  ટીવી, એસી  સહિત નાની-મોટી સાધનસામગ્રી તેમજ મકાનની દીવાલ તથા ઈલેક્ટ્રીક બોર્ડ અને વાયરિંગ મળી આશરે કુલ રૂા. 85,000નું નુકસાન જારી દીધું હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.