ભચાઉ ખાતે આવેલ આધોઇમાં શાકભાજીના 70 વર્ષીય વૃદ્ધ વેપારી પર હુમલો કરી દેવામાં આવતા હોસ્પીટલમાં દાખલ

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ આધોઇમાં શાકભાજીના 70 વર્ષીય વૃદ્ધ વેપારી પર હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર આ વૃદ્ધ વેપારી ભચાઉ ખાતે આવેલ આધોઇના સેક્ટર-5 માં ધંધો કરે છે. ત્યારે ચાર આરોપી શખ્સોએ અમારા વિસ્તારમાં કેમ ધંધો કરે છે એમ કહી   ધારીયા, છરી અને લાકડી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત શુક્રવારના આ વૃદ્ધ સવારના અરસામાં તેમની રેકડી લઇ સેક્ટર-5 માં શાકભાજી વેંચવા ગયેલ હતા. તે સમયે ધારીયું, છરી, લાકડી અને ઘોડા લઇને ગામના જ આરોપી શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને અમારા વિસ્તારમાં કેમ શાકભાજી વેંચે છે કહી હુમલો કરી દીધો હતો. ઉપરાંત અહીં ધંધો કરે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.