કાર ચાલકે બાઈકને ટક્કર મારતા કુકમાની 33 વર્ષીય પરિણીતાનું મોત

copy image

copy image

કુકમામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતા કુકમા ગામની 33 વર્ષીય પરિણીતાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  કુકમાં ગામના હાજીપીર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આ બનાવ બન્યો હતો.  આ બનાવ અંગે સૌરભ નવીનભાઈ ચૌહાણ દ્વારા પધ્ધર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.8 માર્ચના ફરિયાદી અને તેમના 33 વર્ષીય પત્ની તેમની બાઇક લઈને સુતેશ્વર મંદિરે દર્શન કરવા ગયેલ હતા. ત્યાંથી પરત આવતી વેળાએ  હાજીપીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આરોપી શખ્સએ પોતાની કાર બેદરકારીથી ચલાવી ફરિયાદીના બાઈક સાથે અથડાવી હતી.જેથી સર્જાયેલ ઘટનામાં ફરિયાદીની પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.