જેતપુર ખાતે આવેલ ગોંડલ દરવાજા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારુનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
જેતપુર ખાતે આવેલ ગોંડલ દરવાજા વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જેતપુર ખાતે આવેલ ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારુનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતા તે મકાનના રુમમાંથી ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલો મળી કુલ 237 કિંમત રુા.33,300નો જથ્થો કબ્જે કરાયો હતો. જાણવા મળી રહ્યું છે કે,હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.