વાંકાનેરમાંથી વિદેશી દારૂની 56 બોટલ સાથે એક શખ્સને પોલીસે દબોચ્યો

copy image

copy image

વાંકાનેરમાંથી વિદેશી દારૂની 56 બોટલ સાથે પોલીસે આરોપી શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેરમાં આવેલ નિર્મલ કોન્વેડ સ્કુલની પાછળ વાડીમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નિર્મલ કોન્વેડસ્કુલની પાછળ આવેલ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ ૫૬ કીમત રૂ.૨૫૨૮૦ મળી આવતા તમામ મુદ્દામાલ સાથે પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળને વધુ તપાસ હાથ ધરી છે.