પડધરી ખાતે આવેલ થોરીયાળીમાંથી 44 હજારની રોકડ સાથે સાત જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

copy image


પડધરી ખાતે આવેલ થોરીયાળીમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ખેલીઓને 44 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર પડધરી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, થોરીયાળી ગામે શિવ મંદિર નજીક અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી સાત જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી રોકડ 44,500 જપ્ત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.