પડધરીમાં કેટરર્સ-ફરસાણના ધંધાર્થીના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,પડધરીમાં કેટરર્સ-ફરસાણના ધંધાર્થીના ઘરમાં માંથી દારૂની 18 બોટલ પોલીસે ઝડપી પાડી હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંકુર પાર્ક સોસાયટી, રિધ્ધિ સિધ્ધિ સ્કુલ નજીક રહેતા કેટરર્સ-ફરસાણના ધંધાર્થીએ પોતાના ઘરમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી  તપાસ હાથ ધરતા બાતમી વાળ ઘરના રૂમમાંથી એક થેલામાંથી દારૂની રૂા.7125ની કિંમતની 18 બોટલ મળી આવેલ હતી. પોલીસે તમામ દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.