રાપરમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : બાઇકચાલકનું મોત

copy image

copy image

 રાપરમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા.14/3 ના સાંજના અરસામાં રાપર પાવરહાઉસ નજીક બન્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ટેક્ટરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઈકને હડફેટમાં લેતા બાદરગઢના બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં  સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.