ભુજ ખાતે આવેલ શ્રીજીનગરના બંધ મકાનના તાળાં તોડી સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો થયા ફરાર

ભુજ ખાતે આવેલ શ્રીજીનગરના બંધ મકાનમાંથી 31 હજારના દાગીનાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મૂળ ન્યુ દિલ્હીના હાલે ભુજની સરકારી કચેરીમાં ફરજ બજાવતા મહિમાબેન અરવિંદ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર આ ચોરીનો બનાબ ગત તા. 1/3 બન્યો હતો. ફરિયાદી પોતાના વતન ગયેલ હતા અને બાદમાં ગત તા. 11/3ના પરત આવી જોતાં ઘરનો મુખ્ય દરવાજો  ખુલ્લો  હતો અને સામાન વેર-વિખેર હાલતમાં જણાયો હતો.  વધુ તપાસ કરતાં ઘરમાંથી ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ તસ્કરો આ બંધ મકાનના તાળાં તોડી તેમાંથી કુલ રૂા. 31 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.