રાપર ખાતે આવેલ ઘાણીથરમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા
copy image

રાપર ખાતે આવેલ ઘાણીથરમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ઘાણીથર ગામના તળાવ નજીક ગલીમાં આવેલા વાડાની જાહેર જગ્યામાં અમૂક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે તમામ ખેલીઓની અટક કરી હતી. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી 12,850ની રોકડ સહિત કુલ 33580નો મુદ્દામલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.