અંજારના આશાબા વે-બ્રિજ  નજીક પુરપાટ દોડતી ટ્રકે છોટા હાથીને અડફેટે લેતા બે મહિલાઓના કરૂણ મોત

copy image

copy image

અંજાર ખાતે આવેલ આશાબા વે બ્રિજ  નજીક પુરપાટ દોડતી ટ્રકે છોટા હાથીને અડફેટે લેતા બે મહિલાઓના કરૂણ મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજના સમયે  માંડવીથી લોકો છોટા હાથીમાં ગાંધીધામ તરફ જઈ રહ્યા હતાતે દરમ્યાન અંજારના આશાબા વે બ્રિજ નજીક ટ્રકના ચાલકે તેમને હડફેટે લેતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં  છોટા હાથીમાં સવાર સવાર  42 વર્ષીય દેવશ્રીબેન વિશ્રામભાઈ ગઢવી  તેમજ 70 વર્ષીય ધનબાઇ પચાણભાઈ ગઢવીના કરૂણ મોત નિપજતાં હતા. તેમજ અન્યને ગંભીર ઇજાઓના પગલે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.