ભચાઉ ડિવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરતી ભચાઉ ડિવીઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોશલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છનાઓએ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ તા.૧૭/૦૩/૨૦૨૪ ના રોજ કોમ્બિંગ નાઇટનુ ભચાઉ ડીવીઝન વિસ્તારમાં કલાક-૦૩/૦૦ થી કલાક-૦૮/૦૦ વાગ્યા સુધી આયોજન કરવામા આવેલ જે કોમ્બિંગ દરમ્યાન પુર્વ કચ્છ ગાંધીધામના ભચાઉ વિભાગના ભચાઉ – સામખીયારી લાકડીયા, ગાગોદર, આડેસર, રાપર, બાલાસર, ખડીર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી-03 પોલીસ સબ ઇન્સપેકટરશ્રી-૧૧, પોલીસ કર્મચારીઓની સંખ્યા-૧૨૩ નાઓની અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ કુલ-૧૮ ટીમો બનાવી સરકારશ્રીએ ફાળવેલ બોડીવોર્ન કેમેરા, લાઠી, ફેલ્મેટ અને ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે ડિવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમા કોમ્બિંગ કરવામાં આવેલ જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુન્હામાં પકડાયેલ ઇસમોના મકાન ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
