રાપર તાલુકાના વરણુ-સુખપર  નજીક નર્મદાની પેટા  કેનાલમાં ગાબડું પડી જવાના કારણે આજુબાજુના ખેડુતોને થયેલ નુકશાની અંગેનું વળતર આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા માન.મુખ્ય સચિવશ્રી કૃષિ વિભાગ ગાંધીનગર સાથોસાથ કલેકટરશ્રી કરછ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ કે રાપર તાલુકાના વાગડમાંથી પસાર થતી કરછની જીવાદોરી સમાન નર્મદા કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાના કારણે અવાર નવાર દિન પ્રતિદિન નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે અને નબળી કામગીરી થવાથી નર્મદાના આશીર્વાદ રૂપી પાણી નુકશાની કરતાં પાણી થઈ રહ્યા છે તેમજ વધુમાં જણાવું તો મારા વિસ્તારના વરણુ-સુખપર નજીક નર્મદાની પેટા કેનાલ તૂટી હોઈ જેના કારણે નર્મદાનું લાખો લિટર પાણી તો વેડફાયું જ ઉપરાંત આજુબાજુના ખેડુતોના કાળી મહેનતના લાખોના પાકોમાં પાણી ફરી વળ્યું હતું જેના કારણે ખેડુતોને નુકશાની ભોગવવી પડે છે તેમજ કેનાલમાં ગાબડાં પડતા જગતના તાત ખેડૂતો પર આભ તૂટી પડ્યું હોઈ તેવી પરિસ્થિતી સર્જાઈ હતી.વધુમાં આ જ કેનાલ પર અગાઉ થોડા માસ પહેલા પણ ગાબડું પડ્યું હતું.સદર પેટા કેનાલમાં મોટા પ્રમાણમાં ગાબડું પડી ગયું જેનુ સંપૂર્ણ પાણી ખેડુતોના ઊભા પાકોમાં ફરી વળ્યું જેના કારણે ખેડુતોને આર્થિક ફટકો પડ્યો હોઈ માટે સત્વરે તાત્કાલીક ધોરણે ખેડુતોને વળતર આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ માંગ કરી હતી.  ઉપરાંત તાત્કાલીક ધોરણે વાગડ વિસ્તારમાં જ્યાં જ્યાં નર્મદા કેનાલની કામગીરી થયેલ છે ત્યાં ત્યાં કામગીરી ની ઉચ્ચ કક્ષાની ટીમ રચીને કાર્યવાહી કરવામાં આવે.