એમેઝોનનું વધુ 1300 કરોડનું રોકાણ
copy image

વૈશ્વિક ઈ-કોમર્સ અને આઈટી જાયન્ટ કંપની એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ 2026થી 2030ની વચ્ચે ભારતમાં 48 બિલિયનનું રોકાણ કરશે તેવી ગુરુવારે જાહેરાત કરી હતી. એક મીડિયા હેવાલ અનુસાર, જેસીએ જણાવ્યું હતું કે, અમે 2010થી ભારતમાં 40 બિલિયનનું રોકાણ કર્યું છે. ગયા વર્ષના અંતમાં અમે 2026 અને 2030 વચ્ચે ભારતમાં 35 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી અને હવે અમે આ રકમ વધારીને 48 બિલિયન કરી રહ્યા છીએ. એમેઝોન દ્વારા આ રોકાણ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં વધતી માંગને પૂર્ણ કરશે. આ જાહેરાત સાથે 2010થી 2030 દરમિયાન ભારતમાં એમેઝોનની કુલ નાણાકીય પ્રતિબદ્ધતા 88 બિલિયનને વટાવી જશે. આ રોકાણ તેના ઈ-કોમર્સ નેટવર્ક, ઝડપી વાણિજ્ય કામગીરી અને ટેકનોલોજી માળખાંને વિકસાવવામાં વપરાશે.એમેઝોનના સીઈઓ જેસીએ છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાનના વિઝનને નોંધપાત્ર ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, ભારત લગભગ દરેક વૈશ્વિક પાસામાં એક મહત્ત્વપૂર્ણ દેશ બની ગયો છે.અને ઉમેર્યું હતું કે, વડપ્રધાન મોદી પાસે દરેક પાસામાં રાષ્ટ્રને સુધારવા માટે અસંખ્ય વિચારો છે. ડિજિટલ અર્થતંત્રમાં વધતી માંગને કારણે નાણાકીય પ્રતિબદ્ધતામાં વધારો થવાનું મુખ્ય કારણ છે. કંપનીએ તેની સંસાધન ફાળવણી યોજનાનો વિસ્તાર કર્યો છે. આ મૂડીનો નોંધપાત્ર હિસ્સો અદ્યતન ડિજિટલ સિસ્ટમ્સ પર કેન્દ્રિત રહશે. 13 બિલિયનનું વધારાનું રોકાણ ક્લાઉડ કમ્પ્યાટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ ઝડપી બનાવ કરાશે. જેથી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કુલ આયોજિત રોકાણ 21 બિલિયનથી વધુ થશે. આ ભંડોળ મુંબઈ અને હૈદરાબાદમાં એમેઝોન વેબ સર્વિસીસની ડેટા સેન્ટર ક્ષમતાઓનો વિસ્તાર કરશે. આ રોકાણ લાંબા ગાળાથી કંપનીનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની સંખ્યા વધારવાનો પણ છે. વધુમાં નાના વ્યવસાયોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો લાભ મળશે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ કૃત્રિમ બુદ્ધિમત્તામાં શિક્ષણ મેળવશે.