લખપત ખાતે આવેલ માતાના મઢની એક ખાણની ઓફિસમાંથી 1.80 લાખ ભરેલ લૉકર જ ઉઠાવી તસ્કરો થયાં ફરાર

લખપત ખાતે આવેલ માતાના મઢની એક ખાણની ઓફિસમાંથી 1.80 લાખ ભરેલ લૉકર લઈને જ તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામેલ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર લખપત ખાતે આવેલ માતાના મઢ જી.એમ.ડી.સી. માઈન્સમાં મહાલક્ષ્મી પી.સી. પટેલ કન્સોલિટિયમ પ્રા.લિ.ની ઓફિસમાંથી રોકડા રૂા. 1.80 લાખ સાથેના લોકરની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપનીના એકાઉન્ટન્ટ આશિષભાઈ ભગત દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ચૂકવણા બાદ બાકી રહેતી રકમ રૂા. 1,80,301 રોકડા તા. 12/3ના ઓફિસના લોકરમાં રાખેલ હતા અને ત્યાર બાદમાં તા. 16/3ના નાણાંની જરૂર રહેતાં રકમ લેવા જતાં આખે આખો લોકર ગાયબ જણાયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.