શેરમાર્કેટમાં નફો કમાવવાની લાલચમાં આદિપુરના યુવાન સાથે 1.19 લાખની ઓનલાઈન ઠગાઈ

Online night shopping and paying with credit card and laptop. Man buying on an internet store in modern home office late at night. Typing login inform

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આદિપુરમાં રહેનાર એક યુવાને શેરમાર્કેટમાં નફો કમાવવાની લાલચમાં 1.19 લાખ ગુમાવી દીધા હતા. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ ધી વિલામાં રહેતા યુવાનને અજાણ્યા શખ્સે શેરમાર્કેટમાં બ્રોકરેજ ચાર્જ  વગર રોકાણ કરવા જણાવતા આ યુવાને રૂપિયા 1,19,500 જમા કરાવતા તેની સાથે 1.19 લાખની ઠગાઈ થઈ હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બનાવ  ગત  તા. 31/12/23ના બન્યો હતો. ભોગ બનનાર યુવાનને તેના વોટસએપ મોબાઇલ નંબર પર તમે શેરબજારમાં રસ ધરાવો છો કે કેમ? તેવો મેસેજ આવેલ હતો. જેમાં હા કહેતા શેરમાર્કેટને અનુલક્ષીને અજાણ્યા ઈસમે મેસેજ મોકલ્યા હતા. ત્યારબાદ આરોપી શખ્સએ મોકલવેલ લિન્ક પર આઠેક  દિવસ સુધી જુદી-જુદી કંપનીઓના શેરની જાણકારી મેળવી હતી.  ત્યારબાદ આ શેરની ખરીદીમાં બ્રોકરેજ ચાર્જ લાગતો  ન  હોવાનું જણાવી યુવાનને વિશ્વાસમાં લઇ લીધો હતો. બાદમાં આ યુવાની જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે પૈસા જમા કરાવેલ હતા, અને તે દરમ્યાન નફા સાથે રોકાણની રકમ બે લાખ થઈ ગઈ હોવાનું જણાતાં યુવાને રૂપિયા  કાઢવાનો પ્રયાસ  કરતાં નાણાં કાઢી ન શકાતાં તેની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ યુવાને ઓનલાઈન ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.