અંજાર ખાતે આવેલ વરસામેડીની કંપનીમાં લોખંડની પ્લેટ પડતાં શ્રમિકનું મોત
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની કંપનીમાં લોખંડની પ્લેટ પડતાં શ્રમિકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 16ના સવારે 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન સ્ટીલ પ્લાન્ટમાં મજૂરી કામ કરી રહ્યો હતો, તે દરમ્યાન સ્ટીલ કટિંગ કરતી વખતે અચાનક લોખંડની પ્લેટ પડતાં આ યુવાનને માથાં સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. પરતું સારવાર મળે તે પૂર્વે જ આ યુવાનનું મોત નીપજયું હતું. વધુમાં માહિતી મળી રહી છે કે, અંજારની કંપનીમાં વધુ એક અકસ્માતના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.