ભુજમાંથી 500ની નકલી નોટના 30 બંડલ સાથે ત્રણ શખ્સો દબોચાયા

copy image

copy image

ભુજમાંથી 500ની નકલી નોટના 30 બંડલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે.આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજ એ ડીવીઝન પોલીસે મોટાપીર નજીક આવેલ વાહેદના સ્કુલ પાસેના ગ્રાઉન્ડમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. અહીથી સફેદ કલરની સ્વીફટ ગાડીની તપાસ હાથ ધરવામાં આવતા ત્રણ ઇસમો મળી આવેલ હતા.જેમની પાસે રહેલ બેગમાથી રૂ.500ની નોટોના બંડલો મળ્યા હતા. બંડલોમાં આગળ પાછળ રૂ.500ના દરની અસલ નોટ તેમજ વચ્ચે કોરા સફેદ કાગળો જેની સાઇડમાં રૂ.500ના દરની ભારતીય ચલણી નોટ જેવો રંગ કરેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે રૂ.500ના દરની અસલી 12 નોટ તેમજ નકલી નોટના 30 બંડલ અને 2 લાખની કાર સહિતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટક કરી હતી. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.