“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા આવેલ મધ્યપ્રદેશની ગેગના સભ્યને હોમગાર્ડ જવાનોની મદદથી પકડી પાડતી પધ્ધર પોલીસ”

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા રવિરાજસિંહ આર. જાડેજા સાહેબશ્રી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ, ભુજનાઓના માર્ગદશન હેઠળ મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપવામાં આવેલ હોઈ જે અનુસંધાને

આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ સાહેબની સુચના મુજબ પધ્ધર પોલીસ સ્ટાફના તથા હોમગાર્ડના માણસો કુકમા ગામે નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગઇ તા-૧૬/૦૩/૨૦૨૪ના રોજ હો.ગા. (૧) સાગર પરમાર તથા (૨) પારસ જગદીશ તથા (૩) અબ્દુલ ત્રાયા વાળાઓ કુકમા ગામે સોનલ કૃપા સોસાયટીમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન (૧) દોલુભા જાલુભા રાઠોડ ના રહેણાંક મકાન માંથી ચોરી કરી તથા (૨) કમલસિંહ હરીસિંહ સોઢા ના રહેણાંક મકાન માંથી ચોરી કરી તથા (૩) ભાશ્કર રાજેશભાઈ ત્રિવેદી વાળાની બાઈક નં. GJ-12-BS-1509 વાળી ચોરી કરી લઈ જતા દરમ્યાન હોમગાર્ડના સભ્યો ને શંકાસ્પદ માણસો જણાતા જેથી તેઓને ઉભા રહેવા જણાવતા ચારેય લોકો ભાગેલા જેથી હો.ગા. સભ્યોએ મો.સા.થી પીછો કરી એક ઇશમને પકડી પાડેલ અને તુરંત નાઇટ રાઉન્ડમાં પોલીસના માણસોને જાણ કરતા જેઓ આવી ગયેલ હોઇ તેની પુછપરછ અંગઝડતી કરતા શક પડતો મુદામાલ મળી આવતા તે મુદામાલ CrPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ અને મજકુર ઇશમને CrPC કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.