ભચાઉ ખાતે આવેલ વાંઢિયામાંથી લાખોના કિંમતના કેબલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ

ભચાઉ ખાતે આવેલ વાંઢિયામાંથી લાખોના કિંમતના કેબલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીનો બનાવ 14 દિવસ અગાઉ બનેલ હતો, જે અંગે ગત દિવસે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ વાંઢિયા 220 કે.વી. સબસ્ટેશનમાં ગત તા. 6 માર્ચના મોડી રાત્રિના સમયે બન્યો હતો.પાવર હાઉસના સબસ્ટેશનની નજીક આવેલ સ્ટોર વિભાગમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. તસ્કરો અલગ અલગ કોપર અને એલ્યુમિનિયમ વાયર ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત થઈ વિગતો મુજબ ચોરાઉ મતાની કિંમત રૂા. 16.26 લાખ આંકવામાં આવી છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.