ભુજ મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક રાતના સમયે સીફટ કાર અને ટ્રેઇલર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

ભુજ મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક રાતના 11 વાગ્યાના સમયે સીફટ કાર અને ટ્રેઇલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠાની અવરલોડ ભરેલી ટ્રકોના ચાલકો બેફામ રીતે ટ્રકો ચલાવી રહ્યા છે. જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાયાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે. ઓવરલોડ ભરેલ ટ્રકના ચાલકો એટલી હદે સ્પીડમાં ગાડી ચલાવી છે કે, બાદમાં કંટ્રોલ થઈ શકતી નથી.  ગામની વચોવચ ક્યારેક કોઈકના ઘરની અંદર પણ ઘૂસી જાય છે. અવરલોડ વાહન ભરેલી આ ટ્રકો શા માટે બેફામ ચલાવે છે કોઈપણ તંત્ર આ બાબતે બોલવા તૈયાર નથી. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. આ મુદ્દાને ધ્યાને રાખી અને જો બાયપાસ રોડ થાય તો લોકો મુશ્કેલીનો સામનો કરવાથી બચી શકે છે. બાયપાસ રોડ બનાવવામાં આવેલ કેરા ગામવાસીઓની લોકમાંગ ઉઠી છે.