ગાંધીધામમાં 25 હજારની રોકડ સાથે છ ખેલીઓ પોલીસના સકંજામાં
 
                copy image

ગાંધીધામ સિટી પોલીસે 25 હજારની રોકડ સાથે છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના સતરા હજાર ઝૂંપડા નજીક બાવળની ઝાડીમાં જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ ખેલીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રૂ.25,600 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        