ગાંધીધામમાંથી 20 હજારની રોકડ સાથે છ પત્તાપ્રેમીઓ દબોચાયા
 
                copy image

ગાંધીધામ જી.આઈ.ડી.સી. સેક્ટર -10 બીમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ જી.આઈ.ડી.સી. સેક્ટર -10 બીમાં એ.વી. જોષીના વાડા નજીક જાહેરમાં અમુક ઈશમો ધાણીપાસાનો જુગાર રમી રહ્યા હતા. તે દરમ્યાન ત્રાટકેલી પોલીસે 20,700ની રોકડ સાથે છ જુગારપ્રેમીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        