અંજાર ખાતે આવેલ ચાંદ્રોડા નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

અંજાર ખાતે આવેલ ચાંદ્રોડા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રાથી ગાંધીધામ જતા  ધોરીમાર્ગ પર ચાંદ્રોડા બસ સ્ટેશન નજીક ગત દિવસે સવારે 8.15 વાગ્યાના  અરસામાં આ બનાવ  બન્યો હતો.  આ સ્થળે ઊભેલી એસ.ટી. બસ ને  ટેઈલરના ચાલકે પાછળથી  ટક્કર મારી હતી તેમજ ટક્કરમાં એસ.ટી. બસ આગળ ઊભેલી  ઈનાવો ગાડીમાં ઘૂસી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતમાં ગાડીના ચાલકને ઇજા પહોંચી હતી. આ મામલે ટ્રેઈલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.