ભુજ તાલુકાના હાજીપીર વિસ્તારથી દક્ષિણ બાજુએ બન્નીમાં આગ દ્વારા ભસ્મિભૂત થયેલ ઘાસચારો ભાબતે તપાસ કરવા રજૂઆત
સવિનય જય ભારત સાથે અમો અરજદાર જત સૈયા ઉંમર ની માનસર અરજ છેકે અમો અરજદાર ઉપરોક્ત સરનામે સ્થળે રહીએ છીએ અને પશુપાલનનો વ્યવસાય કરી અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. જે ગઈકાલ તારીખ ૧૮/૦૩/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૧.૦૦ કલાકે ના અરસામાં હાજીપીરથી દક્ષિણ બાજુ ના સીમાડામાં આગ લાગેલ જે આગ ભુજ તાલુકાના બુરકુલ,લુણા નાના, મોટા લુણા, હાજીપીર, તથા નખત્રાણા તાલુકાના ભંભારાવાંઢ ,વજીરાવાંઢ, કીરો ડુંગર સુધી સીમાડામાં આગ પહોંચેલ જેમાં આશરે ચૌરસ કિલોમીટર ૧૦૦ જેટલા વિસ્તારમાં આગ પહોંચેલ અને તે આગ વિકરાળ સ્વરૂપ લઈ તે સીમાડામાં આવેલ તમામ વાસ ભુસ્મિભૂત થયેલ છે જે અમારા વિસ્તારના લોકોની આજીવીકાનું એકમાત્ર સાધન પશુપાલન છે તે શીવાય અન્ય કોઈપણ રોજગારી મળતી નથી અને તે અમારા પશુધન અમારા સીમાડામાં ચરીયાણ કરેલ છે તે તમામ સીમાડાનો ધાસચારો ગઈકાલ બળીને ખાખ થઈ ગયેલ છે જે સદરહુ આગ બુઝાવવા ગામ લોકો,તંત્ર જેમાં પોલીસ કર્મચારી,બોર્ડર રક્ષક તેમજ ભુજથી અગ્નિશામક બળો પણ આવેલ હતા જે સૌ સાથે મળીન ખૂબ જ મહેનત કરેલ તેમ છતાં પણ મહામુલુ ઘાસ બળી ગયેલ છે જેનાથી અમો પશુપાલકોને ઘણો આર્થીક નુકશાન થયેલ છે જે આગના કારણે અનેક જંગલી જીવાતો પણ બળી મરણ પામેલ છે. જે બાબતે આપશ્રીને જણાવવાનું કે અવાર નવાર નાની મોટી આગ અમારા સીમાડામાં લાગે છે અને ઘાસચારો બળી જતા અમારા વિસ્તારના પશુપાલકોને પશુધન ચરીયાણ માટેનો પ્રશ્ન ઉભો થાય છે જે આગ અવાર નવાર લાગતી હોવાના કારણે અમોને શંકા છે કે કોઈ અજાણ્યા ઈસમો ધ્વારા જાણી જોઈને આવુ કરવામાં આવી રહેલ છે જે બાબતે આપશ્રીને કક્ષાએથી આ ગઈકાલ લાગેલ આગ ક્યાંથી અને સૈના કારણે લાગી જે બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી વિનંતી છે.
 
                                         
                                        