પશ્ચિમ કચ્છ પોલીસ વિભગના માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ૫૮ ગામોના ૧૦૦ થી વધુ જી.આર.ડી તેમજ હોમ ગાર્ડ જવાનોને ચૂંટણી લક્ષી તાલીમ અપાઈ

તા:૧૯/૩/૨૪ માનકુવા આવનારી લોક સભાની ચુંટણીને માત્ર ગણતરીનાં દિવસો રહ્યા છે.ત્યારે પોલીસની કામગીરી વધુ સક્રિય જોવા મડી રહી છે. જેના અનુંસંધાને આજે માનકુવા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. ડી.એન.વસાવાની આગેવાની હેઠળ આવનારી લોક સભાની ચુંટણીને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનકુવા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ૫૮ ગામોના જી આર.ડી. તેમજ હોમ ગાર્ડ જવાનોએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માનકુવા પોલીસ સ્ટેશનનાં પી.આઇ.ડી એન.વસાવા, પી.એસ.આઇ. એચ.એચ.બ્રહ્મભટ્ટ, એ.એન.ધાસુરા, જી.આર.ડી. જમાદાર એ.એસ.આઇ. આદમભાઈ થેબા સહિતનાઓ દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યા હતા.