જખૌ ક્ષેત્રના શિયાળક્રીક નજીકથી વધુ એક શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવ્યું
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, જખૌ ક્ષેત્રના શિયાળક્રીક નજીકથી શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવ્યા બાદ ફરી એક વખત આ જ સ્થળેથી અન્ય એક આવું જ શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુજબ અબડાસા જખૌ વિસ્તારના સૈયદ સુલેમાનપીર દરિયાકિનારે શિયાળક્રીક નજીકથી સ્ટેટ આઇબી અને મરીન પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસુ હાલતમાં એક શંકાસ્પદ ચરસનું પેકેટ જપ્ત કર્યું હતું. તેના જેવુ શંકાસ્પદ પેકેટ આ પહેલાં મળેલાં ચરસનાં પેકેટ જેવું જ હોવાનું જાણવા મળી રહ્યું છે.