દેશલપર-માધાપર મધ્યે બાઇક અને ઇનોવા  કાર વચ્ચે  સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત

copy image

copy image

 દેશલપર-માધાપર મધ્યે બાઇક અને ઇનોવા કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 11/3ના રોજ સાંજના અરસામાં દેશલપર-માધાપર વચ્ચે દેશલપરના ફાટકથી આગળ ઇન્ડિયન પેટ્રોલ પમ્પ નજીક સર્જાયો હતો.  આ બનાવ અંગે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર મૂળ નરોડા-અમદાવાદના બંને હતભાગી યુવાન ભુજ ખાતે મુજો ગામડો નામની  ધાબા હોટેલમાં  કામ કરતા હતા.  ગત તા. 11-3ના આ બન્ને યુવાન બાઇક લઈને દેશલપર બાજુના માર્ગે જઈ રહ્યા હતા તે દરમ્યાન ઇનોવા ગાડીના ચાલકે પુરપાટ ગાડી ચલાવી અકસ્માત સર્જતાં બાઇકસવાર બન્ને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ બંને યુવાનોને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ એકને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો  પરંતુ સારવાર દરમ્યાન આ બંને યુવાનોના મોત નિપજ્યાં હતાં. આ બનાવ અંગે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ  ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.