ભિલોડામાં મદદ કરવાના બહાને બે શખ્સોએ એક વ્યક્તિનો એટીએમ કાર્ડ બદલી 40 હજાર સેરવી લીધા
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભિલોડામાં મદદ કરવાના બહાને બે શખ્સોએ એક વ્યક્તિનો એટીએમ કાર્ડ બદલી 40 હજાર સેરવી લીધા હતા. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ હિંમતનગર પોલીટેકનિકમાં જી.આઈ.એસ.એફ્માં ફરજ બજાવતા અને ભિલોડા ખાતે આવેલ કિશનગઢ ગામના રહેવાસી મહિલા કર્મી તેમના પતિ સાથે ભિલોડા બજારમાં ખરીદી કરવા ગયેલ હતા. તે સમયે રૂપિયાની જરૂર પડતા તેમના પતિને એ.ટી.એમ.માંથી રૂપિયા ઉપાડવા જણાવેલ હતું, બાદમાં ફરિયાદી મહિલાના પતિ એ.ટી.એમમાં પહોંચી રૂપિયા ઉપાડવાની પ્રોસેસ કરી રહ્યા હતા. તે સમયે બે અજાણ્યા શખ્સો એ.ટી.એમ રૂમમાં અમસતા પહોંચી ઈન્ટરનેટનો પ્રોબ્લેમ લાગે છે તેમ કહીં એ.ટી.એમ કાર્ડ બદલી કરી ફરાર થઈ ગયા હતા. રૂપિયા ન ઊપડતાં ઘરે પરત આવતા જ તેમના એ.ટી.એમ. કાર્ડથી એચ.ડી.એફ્.સી બેંકમાંથી રૂપિયા ઉપડયા હોવાના ચાર મેસેજ આવેલ હતા જેમાં 40 હજાર રૂપિયા ઉપડી ગયેલ હોવાનું સામે આવેલ હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.