અંજારના એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 58 બોટલો કબ્જે : આરોપી ફરાર

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારમાં રહેતા ચેતન ગોસ્વામી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ ઉતારેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સનાં મકાનમાં દરોડો પાડી 26,390ની કિમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 58 બોટલો હસ્તગત કરી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.