ભચાઉમાંથી 26 હજારની રોકડ સાથે જુગાર રમતી છ મહિલાઓની અટક
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓની પોલીસે અટક કરી હતી. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના સર્વેદય સોસાયટી ડુંગર પર ટાવરની બાજુમાં આવેલ જાહેર જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને હકીકત વાળી જગ્યા પર દરોડો પાડી જુગાર રમતી છ મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 26,100 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ પત્તાપ્રેમીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.