અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચાર આરોપી ઈશમોને ઝડપી પાડ્યા
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચાર આરોપી ઈશમોને ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં આવેલ લક્ષ્મી ઈલેકટ્રીક કંપનીમાંથી 45 હજારની તસ્કરી થતાં પોલીસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ચોરીના ગુનામાં સામેલ ચાર આરોપી શખ્સોને પાસેથી લોખંડની 12 પ્લેટો કિં. 30 હજાર, મોટર કિં. રૂા. 8 હજાર તથા બોલેરો પીકઅપ વાહન જીજે. 12. એ.વાય. 3012 કિં. રૂા. પાંચ લાખ સાથે કુલ રૂા. 5.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપી ઈશમો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.