રાપર ખાતે આવેલ ગાગોદરમાં તળાવમાં ડૂબી જવાના કારણે એક શખ્સનું મોત
copy image

રાપર ખાતે આવેલ ગાગોદરમાં તળાવમાં ડૂબી જવાના કારણે ગૌતમ હસમુખભાઈ સાધુ નામના શખ્સનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થઈ વિગતો મુજબ આ બનાવ ગત તા. 19ના સવારે 9.50ના અરસામાં રાપરના ગાગોદર નજીક બન્યો હતો. હતભાગી પલાંસવાથી ગાગોદર આવી રહ્યો હતો. તે દરમ્યાન રાહડી પાટિયા નજીક ગાડી ઊભી રાખી પાણી પીવા ગયેલ હતા. તે સમયે અકસ્માતે પગ લપસી જતાં તળાવના ઊંડાં પાણીમાં ગરકાવ થઈ જતાં આ શખ્સનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.