અંજાર તાલુકાના ભૂવડ ગામમાં 59 વર્ષીય આધેડને વોજ શોક લાગતાં મોત
copy image

અંજાર તાલુકાના ભૂવડ ગામમાં 59 વર્ષીય આધેડને વોજ શોક લાગતાં મોત નીપજયું હતું. આ બનાવ ગત તા. 19ના સવારે 10.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ ભુવડમાં 59 વર્ષીય પુંજાભાઈ સામતભાઈ ઝરુ નામના આધેડ રંજકામાં પાણી વાળતા હતા તે દરમ્યાન જમણા હાથમાં વીજશોક લાગતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે, સારવાર મળે તે પૂર્વે જ આ આધેડનું મોત થયું હતું.