ભુજ તાલુકાનાં માધાપરમાં મેડિકલ સ્ટોરમાં 35 વર્ષીય  યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ તાલુકાનાં માધાપર ગામના ગાંધી સર્કલ નજીક મેડિકલ સ્ટોરમાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  આ બનાવ ગત દિવસે રાત્રે બન્યો હતો.  માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતા આ યુવાને ગત રાતે કોઈ અગમ્ય કારણોસર ગાંધી સર્કલ નજીકના મા ફાર્મસી મેડિકલ સ્ટોરમાં પંખામાં ઈલેક્ટ્રિક વાયર બાંધીને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં જ હતભાગી યુવાનને સારવાર અર્થે  ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.