ગાંધીધામમાં બાથરૂમમાં થયેલ ગિઝરમાં ધડાકામા 30 વર્ષીય યુવાનનું મોત
ગાંધીધામમાં બાથરૂમમાં થયેલ ગિઝરમાં ધડાકામા 30 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23/2ના બન્યો હતો. હતભાગી યુવાન બાથરૂમમાં ન્હાવા ગયેલ હતો, તે દરમ્યાન ગિઝરમાં ધડાકો થતાં આ યુવાન ગંભીર રીતે દાઝી ગયેલ હતો. ગંભીર રીતે દાઝી ગયેલ આ યુવાનને પ્રથિમિક સારવાર ગાંધીધામમાં અપાયા બાદ વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવાનની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી હતી પરંતુ સારવાર કારગત ન નિવડતાં ગત તા. 29 ફેબ્રુઆરીના આ યુવાને અંતિમ શ્વાશ લીધા હતા.