રાપર ખાતે આવેલ ગોવિંદપરના લિસ્ટેટ બૂટલેગર સામે પાસા તળે કાર્યવાહી હાથ ધરી અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરાયો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાપર ખાતે આવેલ ગોવિંદપરના લિસ્ટેટ બૂટલેગર સામે પોલીસે પાસા તળે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ વિગતો મુજબ આરોપી શખ્સ સામે સામખિયાળી, રાપર, ભચાઉ, લાકડિયા અને ગાગોદર પોલીસ મથકે દારૂના ગુના દર્જ હતા. એલ.સી.બી. દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી, જેને જિલ્લા કલેક્ટરે મંજૂર કરી વોરંટ જારી કરી દીધું હતું.જાણવા મળી રહ્યું છે કે, આ શખ્સને પાસા તળે અટકાયતમાં લઈને અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરાયો હતો.